રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
ગૂંથલી નજીક દારૂ ભરેલ ટેમ્પો સાથે ટકરાતા ગ્રામજનોએ ચાલક બુટલેગરને મેથી પાક ચખાડ્યો. બાલાસિનોર તાલુકાના ગૂંથલી ગામે ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને પૂરઝડપે જતા બુટલેગરે એક ઇકો ગાડીમાં એડફેટમાં લેતા પીછો કરતી મહીસાગર એલ.સી.બી એ બુટલેગરને સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
ઝાલોદ થી આણંદ જિલ્લામાં એક ટેમ્પો વિદેશી દારૂ ભરીને પસાર થતો હોવાનો મહીસાગર એલ.સી.બી ને જાણ થતાં તેઓ ફિલ્મી ઢબે આ ટેમ્પાનું પીછો કરતા ટેમ્પા ચાલકે પોતાનો ટેમ્પો બાલાસિનોર તાલુકાના ગૂંથલી ગામના અંતરિયાળ વિસ્તાર તરફ થી પસાર થતા માર્ગ પર પૂરઝડપે હંકારતા ગૂંથલી ગામ નજીક ઉભેલી એક ઇકો ગાડીને એડફેટમાં લેતા ટેમ્પા ચાલક અને બુટલેગરને ગૂંથલી ગામ ના લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. જે દરમ્યાન પીછો કરતી એલ.સી.બી પોલીસ ઘટના સ્થળે પહોંચતા ટેમ્પાની તપાસ હાથ ધરતા ઘાસની આડમાં છુપાયેલ વિદેશી દારૂ તેમજ કોટર કુલ નંગ ૫૪૭ જેની કિંમત ૮૬,૧૭૦ અને ટેમ્પાની કિંમત ૧,૫૦,૦૦૦ મળીને બુટલેગર વિજય ઉદસિંહ વાઘેલા રહે.ગમનપુરા,ચકલાસી જી.ખેડાની સામે પ્રોહી. એકટ મુજબ ગુનો નોંધી. બાલાસિનોર પી.એસ.આઈ એચ.વી.છાસટીયાએ આગળ ની તપાસ હાથ ધરી હતી.