પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકા માથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર ખાડા નું સામ્રાજ્ય હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી રોડનું રીપેરિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો અને અન્ય લોકોને વારાહી ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે રાધનપુર ખાતે નાયબ કલેકટર ડી બી ટાંક ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જન અધિકાર મંચના કાયૅકરો દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેમાં નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર આવેલ ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક રાધનપુર અને સાંતલપુર તાલુકાના લોકોને ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગણી સાથે નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર પડેલા ઠેર ઠેર ખાડા તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગણી સાથે આજે રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટર ડી બી ટાંક સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાધનપુરથી કંડલા નેશનલ હાઇવે નં ૨૭ ઉપર અતિભારે વરસાદથી રોડ ધોવાઇ જતાં ખાડાઓ પડી જવાથી વાહનો અને માનવ જીવન ને મોટુ નુકસાન થાય તે પેહલા રોડનુ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ વારંવાર ખાડા ના કારણે બનતા એક્સીડન્ટની ઘટના અને વાહનોને નુકસાન ટાયરો ફાટી જવાની ઘટના ને લઈને વાહન ચાલકો પરેશાન છે ત્યારે જન અધિકાર મંચ દ્વારા દસ દિવસનુ અલ્ટીમેટ આપવામાં આવ્યું છે. દશ દિવસમાં અમારી માંગણી પુરી કરો અને જો નહીં કરવામાં આવે તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર ધરણા અને ચક્કા જામા કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *