રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાનએ ધૅમ ની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં માંગણી કરવામાં આવી છે કે લવ જેહાદ નો ષડયંત્રનો ભોગ બનનાર હિન્દુ દિકરીને ન્યાય આપવામાં આવે તાત્કાલિક ધોરણે પરત લાવવાની માંગણી કરવામાં આવી.
રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરી ધરતી બેન દિનેશ ભાઈ સાધુને લવ જેહાદ નો ભોગ બનવાની રાધનપુર ખાતે રેહતો નાગોરી વાસ મા દિવાન ઈરફાન ઈસ્માઈલ ૧૬ જુલાઈ ના રોજ હિન્દુ દિકરીને ભગાડી જનાર યુવાન ને તાત્કાલિક ધોરણે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટર કચેરી ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
હિન્દુ યુવા સંગઠન દ્વારા સાત દિવસમાં દિકરી પરત લાવવાની માંગણી કરવામાં આવેલ છે. સાત દિવસ માં લવ જેહાદ નો ભોગ બનનાર દિકરી પરત તંત્ર નહીં લાવે તો આંદોલન કરવાની ચિમકી આપી.