રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની
તિલકવાડા મણીનાગેશ્વર મહાદેવના મહંત સાહેબજીની કોરોના સંકટમાં અનોખી સેવા. હાથ સ્ટિચિંગ કરીને સાહેબજીએ 25000 માસ્ક બનાવ્યા.
નર્મદામાં છેલ્લા 40 દિવસથી કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય તંત્ર સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવતા વાદી કામગીરી થઇ રહી છે તેમાંથી લખવામાં આવેલ મણી નાગેશ્વર મહાદેવના મહંત સાહેબજી પોતે નિસ્વાર્થભાવે કોરોના સંકટમાં અનોખી સેવા કરી રહ્યા છે.
આજે સામાન્ય આમ જનતા ગરીબને તથા ગામડાઓના લોકો પાસે માસ્ક નથી તેવા લોકો સુધી વિનામૂલ્યે માસ્ક કોરોના સંક્રમણથી બચવા લોકોને માસ્ક પહેરાવવા માટે પ્રેરીત કરી રહ્યા છે. મહંત સાહેબજીએ હાથ સ્ટિચિંગ કરીને સાહેબજીએ 25000 માસ્ક બનાવ્યા છે અને જરૂરીયાત મંદોને માસ્કનું વિતરણ કરી રહ્યા છે.
એ ઉપરાંત દેવલીયા ચોકડી ખાતે કોરોના વોરિયર્સ તરીકે 40 થી 42 ડિગ્રી ગરમીમાં ખડેપગે સેવા આપતા પોલીસ કર્મીઓ અને આરોગ્ય કર્મીઓની સેવા બિરદાવી સાહેબજી દ્વારા માસ્ક, ગ્લુકોઝ પાવડર અને એનર્જી ડ્રિંક્સ નું વિતરણ કરાયું હતું. આ પોલીસકર્મીઓ અને આરોગ્ય કર્મીઓની અસહ્ય ગરમીમાં કોરોના સામે લડાઇ લડી લોકોના જાન બચાવી રહ્યા છે. કાયદાનું પાલન લોકોને કરાવી રહ્યા છે, ત્યારે કોરોના ના કપરા સમયમાં પ્રજાની રક્ષા કરી રહ્યા છે. ત્યારે દેવલીયાચોકડી ખાતે ગરમીમાં રાહત આપે તેવા એનર્જી ડ્રિન્ક અને ગ્લુકોઝ પાવડરનું તથા માસ્ક નું વિતરણ સીપીઆઇ સુકલા, પીએસઆઇ વસાવા ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું. આ કર્મીઓએ સાહેબજી ની માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી હતી.