રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઇ પરમાર અને મહામંત્રી પરબતભાઈ એ ચાંડેરાની ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોને સૂચના અને આહવાન આપ્યું કે આ બાબતે સરકાર નીતિ વિષયક નિર્ણય હજુ સુધી કરેલ ન હોય તો આપણી ૪૨૦૦ ગ્રેડ પે ની માંગણી અને સરકારનું ધ્યાન દોરવા તારીખ- ૫/૧૦/૨૦૨૦ થી તારીખ- ૧૦/૧૦/૨૦૨૦ સુધી જિલ્લાના તમામ શિક્ષક કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે અને એક દિવસ, એક કલાક રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવશે, વધુમાં પ્રમુખએ જણાવ્યું કે આપણા જિલ્લામાં અન્ય સૂચિત સંઘ જે અમાન્ય છે આવો સૂચિત સંઘ વિધિવત રીતે અસ્તિત્વમાં જ નથી, તેની સૌ શિક્ષકોએ નોંધ લેવી. જિલ્લા શિક્ષણ સમિતિની તારીખ- ૧૯/૯/૨૦૨૦ ની બેઠકમાં માન્યતા બાબતે સભ્ય સચિવ દ્વારા અને તારીખ -૨૫/ ૯ / ૨૦૨૦ ની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ મુદ્દા નંબર-3 પર જનરલ બોર્ડમાં સુચિત સંઘની માન્યતા માટે ચર્ચા કરતા વિવાદ વચ્ચે સૂચિત સંઘની માન્યતાનો મુદ્દો માનનીય સભ્ય સચિવએ રદ કરાવી દીધેલ છે. તો તમામ શિક્ષકોને વિનંતી કે તેઓ ગુમરાહ ન થાય તેવો અનુરોધ માનનીય પ્રમુખ એ કરેલ છે.