રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં મસમોટા જુગારધામ પર રેડ પાડી ૨૬ જેટલા જુગારીઓને ઝડપી પાડવાની ઘટના પ્રત્યાઘાત ઉચ્ચસ્તરીય પડતા લીમખેડાના પી.આઇ અને પી.એસ.આઈને સસ્પેન્ડ કર્યા હોવાની ખબરો સાથે દાહોદ જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અમરનગરના શાસ્ત્રી ચોક ખાતે ધમધમતા જુગારના ધામો પર ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમ ઓચિંતી છાપો મારતા જુગારીઓમાં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસે જુગારીઓને ચારે તરફથી ઘેરી લેતાં ૨૬ જેટલા નબીરાઓને ઝડપી પાડયા હતા. જ્યારે બીજા કેટલાક નાસી જવામાં સફળ પણ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા એક લાખ રૂપિયા, ૨૪ મોબાઈલ, પાંચ વાહનો મળી કુલ રૂપિયા ૩.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનું પ્રતીક થતા મોડી રાત્રે એકશનમાં આવેલ ડી.જી.પી દ્વારા લીમખેડા પી.આઇ કે એલ પટણી અને પી.એસ.આઇ એસ.પી.નકુમને સસ્પેન્ડ કરી દેતા દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો.