રિપોર્ટર:-પાયલ બાંભણીયા
ઉના પાણી પુરવઠા ની મુલાકાત લેતા કુંવરજી ભાઈ બાવળિયા હાલ ચાલી રહેલ કોરોના મહામારી સાથે ઉનાળાના ધમધોકતા તાપમાનમાં સતત વધારો થતાં લોકો માટે પીવાના પાણીની સમસ્યા માટે આજે રૂબરૂ મુલાકાત લેતા અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા.અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે આવનારા દિવસોમાં દૂર દૂર ના ગામડે સુધી પાણી પહોંચાડવા માટે આયોજન સાથે પુરવઠા વિભાગની તમામ શાખાઓ વિસે જાણકારી મેળવી ત્યારબાદ જયાંથી પાણી પુરવઠા માં પાણી પહોંચે છે એ રાવલ સિંચાય યોજના ડેમ ખાતે સ્થળ પર નિરક્ષણ કરી અધિકારી ને ઉના તાલુકાના છેવાડાના તમામ ગામ સુધી પીવાનું પાણી પહોંચે અને લોકોની પીવાની સમસ્યાઓ હલ થાય એ ઉદ્દેશ થી મંત્રીશ્રી એ અચાનક વિઝિટમાં નીકળ્યા અને ઉનાળા ના ધમ ધોકતા તાપમાન સતત વધારો થતાં લોકોમાં પાણી માટે ની પુકાર ઉઠતિ હોય અને છેવાડોના ગામમાં ઉનાળા દરમિયાન પાણી માટે ની કોઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ન સર્જાય એની ખાસ તકેદારી રાખવા જણાવામાં આવ્યું ત્યારે પુર્વધારાસભ્યશ્રી કે. સી. રાઠોડ,આરોગ્ય સમિતિના ચેરમેન હરિભાઈ સોલંકી,નગરસેવક રાજુભાઇ ડાભી,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલ વોરા જિલ્લાપંચાયત પ્રમુખના પ્રતિનિધી ડાયા ભાઈ જાલોનધરા તથા પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટના ઈંજીનરો ઉપસ્થિતિ રહ્યા હતા.