રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સારું ચોમાસું જવાના કારણે ગામની અંદરના માર્ગો અને રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરની નજીક હીરાલક્ષ્મી ટાવર થી લઈને જી.ડી.ભટ્ટ હાઇસ્કુલ સુધીના માર્ગો ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. અને આ રસ્તો મંદિર આવવા માટે મેઈન રસ્તો કહેવાય છે. જેના લીધે યાત્રાળુઓ અને ગ્રામજનોને પણ ઘણી બધી તકલીફ પડે છે. આજૂબાજૂના ગામડાનો પણ આ એક જ માર્ગ છે. ડાકોરમાં આવવા માટે એ લોકોને પણ ઘણી બધી તકલીફ પડે છે. સ્ટેટ હાઇવેના રોડ રસ્તાનું સરકારની ગાઈડલાઈન મુજબ કહેવાથી પીડબલ્યુડી અથવા તો કોઈ એજન્સી દ્વારા રોડ રસ્તા ને થિંગડા મારવાનું અથવા રોડનું સમારકામ કરવામાં આવ્યું પણ યાત્રાધામ ડાકોરના અંદરના રોડ રસ્તાનું કામ સંપૂર્ણ ડાકોર નગરપાલિકાની જવાબદારીમાં હોવા છતાં નગરપાલિકા નિંદ્રાધીન અવસ્થામાં કોની રાહ જોઈને બેઠી છે? પોતાની આળસ ખંખેરીને પ્રજાના હિતમાં ક્યારે આ અંદરના રોડ રસ્તાનું કામ શરૂ કરશે? તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.