રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર માં સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, નાબાર્ડના ભાવનગર જિલ્લાના, જિલ્લા વિકાસ પ્રબંધક, દ્રારા તળાજા તાલુકાનાં હાજીપર, મોટા ઘાણા, નવી છાપરી, જૂની છાપરી અને જાળવદર ગામોના લોકો માટે જૂની છાપરી મુકામે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશિબિરમાં દિપકકુમાર ખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના સિનિયર પ્રોજેકટ ઓફિસર ડી.એન.ઝાલા તેમજ ગામોના સરપંચ, ખેડૂત મિત્રો અને સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. નાબાર્ડ બેન્કના ભાવનગર જીલ્લાના મેનેજર શ્રી દિપક ખલાસે પ્રાસંગિક પ્રવચનમાં શૌચાલયના ઉપયોગ તેમજ તેની સ્વચ્છતા ઉપર લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કોવિડ-૧૯ જેવી રોગચારાની પરિશ્થિતિમાં સ્વચ્છતાંનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે, જેમ કે નિયમિતપણે હાથ સાફ કરવાં, જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરવો, સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર રાખવું વગેરે. ઉપરાંત બેન્કની ગ્રામ વિકાસ માટેની વિવિધ યોજનાઓ તથા સર્વે ગ્રામીણ સમુદાયનું જીવનધોરણ કેવી રીતે ઊંચું આવે તે માટે નાબાર્ડની તત્પરતા વિષે જણાવ્યુ હતું ,તેમજ ખલાસ સાહેબે બહેનોના સખી મંડળની સરકારની વિવિધ યોજના અને ખેડૂતો માટે પણ અનેક સહાય યોજના બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સી.એસ.પી.સી.ના ડી.એન.ઝાલાએ નાબાર્ડ અને સંસ્થાની કામગીરી વિશે વાત કરી હતી, તેઓ એ જણાવ્યુ હતું કે નાબાર્ડ સાથેની પરિયોજના લોક સહયોગથી અને લોક ફાળા સાથે ચાલી રહી છે અને પાંચ ગામોના લોકો ખૂબ સારો સહયોગ આપી રહ્યા છે. જેના આવતા વર્ષોમાં આ ગામો લોકોને વિકાસને વેગવંતો બનાવમાં મોટી ભૂમિકા ભજવશે. અતિથિ વકતાઓએ પણ તેમના વક્તવ્યમાં નાબર્ડની પહેલની પ્રસંશા કરી હતી અને શૌચાલય બનાવવાં તેમજ તેનો યોગ્ય ઉપયોગ અને સ્વચ્છતાં જાળવવાં માટે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.
ગામના સરપંચ જીવાભાઈએ નાબાર્ડ ડી.ડી.એમ. તેમજ સી.એસ.પી.સી.સંસ્થાના કાર્યોકારો આભાર વ્યક્ત કર્તા જણાવ્યુ હતું કે ગામનો વિકાસ ભાઇચારા અને લોક સહયોગ વિના અશક્ય છે,કાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થાના શ્રી હર્ષભાઈ, શ્રી પાંચુંભાઈ, શ્રી મંથનભાઈ તેમજ ગ્રામ આગેવાનોએ ખૂબ સારી કામગીરી કરી હતી.