રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આ સેવા ગ્રામ સ્થળે ઉપલબ્ધ થવાથી નાગરિકોને તાલુકા સ્થળે કે જિલ્લા સ્થળ સુધી જવાનું કષ્ટ પણ નહીં પડે, અને નાગરિક સુવિધાઓ ઝડપી બનશે, આસુવિધા થી લોકો નો સમય અને રૂપિયાની બચત થશે અને ધક્કા મુક્કી થી મુક્તિ મળશે અને સુખાકારીમાં વધારો થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રથમ તબક્કા માં બે હજાર ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવસેતું નો શુભારંભ કરવામાં આવ્યો આ ડિજિટલ ક્રાંતિનો લાભ અમદાવાદ જિલ્લાના 309 ગામડાઓને મળશે.
વિરમગામ ડિજિટલ સેવા સેતુ ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુરભીબેન ગૌતમ, રીટાબેન પટેલ,પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ મફાભાઈ ભરવાડ,વિરમગામ ભારતીય જનતા પાર્ટીના કિરીટસિંહ ગોહિલ,એ.પી.એમ.સી ના લખુભા ચાવડા,તેમજ વિરમગામ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા તેમજ કર્મચારી ભાઈઓ બહેનો આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મહેમાનોનું સ્વાગત આંગણવાડીના બહેનો દ્વારા કઠોળ ની ટોપલી આપી કરવામાં આવ્યું હતું, ભવિષ્યમાં ચૌદ હજાર ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા નો લાભ ઉપલબ્ધ થશે. ત્યારે આજરોજ વિરમગામ તાલુકા સેવાસદન ખાતે ગ્રામ પંચાયત સેવા સેતુ લાઈવ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.ડિજિટલ સેવા સેતુ શરૂ થતા લોકોને ૨૨ પ્રકારની સેવાઓ નો ઘરે બેઠા લાભ મળશે અને આનાથી લોકોનો સમય અને રૂપિયા બંને બચશે અને સુખાકારીમાં વધારો થશે.