રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર
હાલમાં છેલ્લા કેટલાક સમયથી પાલનપુરમાં ગુરુનાનક ચોકથી જિલ્લા પંચાયત સુધી બ્રિજ બનવાના કારણે ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ રહે છે ત્યારે જી. ડી મોદી કોલેજ થી કોજી સુધી સર્વિસ રોડ પર બસ જેવા મોટા વાહનો ચાલી રહ્યા છે અને એસ.ટી કર્મચારીઓ પણ ખૂબ જ સરસ રીતે ટ્રાફિક પોલીસ ની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ અમુક વાહન ચાલકો બેફામ રસ્તા વચ્ચે ગાડીઓ પાર્કિંગ કરતા હોય છે, તેમજ જી.ડી મોદી થી કોજિ જવાના સર્વિસ રોડ પર એક કાર ચાલકે રસ્તા વચ્ચે ગાડી પાર્કિંગ કરી હતી, તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોને પણ મુશ્કેલીઓ પડી હતી.