અમદાવાદ ખાતે પ્રતિકાર યાત્રામાં જતા દલિત અધિકાર મંચ ના કાર્યકરોની વિરમગામ રૂરલ પોલીસે અટકાયત કરી.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

પ્રતિકાર યાત્રા માં જોડાવા માટે વિરમગામ થી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ,નવઘણ પરમાર,રમેશ પરમાર,હરેશ રત્નોતર,હાર્દિક રાઠોડ,યોગેશ ડોરીયા જતા હતા, ત્યારે જખવાડા ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસ નો કાફલો આવી ગયો હતો,અને અગ્રણીઓને પ્રતિકાર યાત્રામાં જતા અટકાવ્યા હતા.

અમદાવાદ કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધીની પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના હાથરસમાં બનેલ ગેંગરેપની ઘટના વિરોધમાં અને હાથરસ પીડિતાના ન્યાય અને સન્માન માટે યોગી સરકાર સામે પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ મેવાણી તેમજ કિરીટ રાઠોડ (સંયોજક. દલિત અધિકાર મંચ) ના વિવિધ અગ્રણીઓ દ્વારા પ્રતિકાર યાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રતિકાર યાત્રામાં જોડાવવા માટે વિરમગામથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ, નવઘણ પરમાર, રમેશ પરમાર, હરેશ રત્નોતર, હાર્દિક રાઠોડ, યોગેશ ડોરિયા જતા હતા ,ત્યારે જખવાડા ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસનો કાફલો આવી ગયો હતો અને અગ્રણીઓને પ્રતિકાર યાત્રામાં જતા અટકાવ્યા હતા. જેથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ દ્વારા અમદાવાદ હાઇવે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં તમામને પોલીસ દ્વારા અટકાયત કરીને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
આ બાબતે કિરીટ રાઠોડ દલિત અગ્રણીએ જણાવ્યું કે યુપીની યોગી સરકાર દલિતો ઉપર થતી હિંસા અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર પણ ખેડૂતો, દલિતો, મહિલાઓને પણ બંધારણીય રીતે પોતાની રજુઆત કરતા પણ અટકાવે છે જેને વખોડવામાં કાઢવામાં આવ્યું. અને સમગ્ર દલિત, આદિવાસી, ઓબીસી અને મહિલાઓમાં ઉગ્ર રોષ હોઈ આગામી દિવસોમાં ગામડે ગામડે કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરી છે

આ બાબતે કિરીટ રાઠોડ દલિત અગ્રણીએ જણાવ્યું કે યુ.પી ની યોગી સરકાર દલિતો ઉપર થતી હિંસા અટકાવવા મા નિષ્ફળ નીવડી છે આગામી દિવસોમાં ગામડે ગામડે કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *