ઓનલાઈન પ્રક્રિયા ઠપ્પ થતાં સરપંચ પરિષદ મેદાને: નર્મદાના કોમ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરતા ખેડૂતોને મુશ્કેલી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદામાં એક બાજુ વર્ષોથી ગામેગામ ઈ-ગ્રામ સેન્ટરમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરને માનદ વેતન આપવામાં આવતું નથી. ૧૪ માં નાણાં પાંચમા ઈ-ગ્રામ માટે ૧૦ ટકા ગ્રાન્ટની જોવાઈ છતાં આ કર્મચારીઓને ગ્રાન્ટ મળી નથી એટલે તમામ કોમ્યુટર ઓપરેટરો પગાર ધોરણ, વર્ગ ૩ માં સમાવેશ સહિતની માંગણી ને લઈને ૧ ઓક્ટોબરથી હડતાલ પર ઉતર્યા છે. ત્યારે જિલ્લામાં કૃષિ લક્ષી કામગીરી ખોરંભે પડી છે. તેનામાં સમર્થનમાં અને ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને સરપંચ પરિષદ આગળ આવી કલેટકરને આવેદન આપી સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગણી કરી છે. સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાની આગેવાની માં નર્મદા જિલ્લા પ્રમુખ જીતુભાઈ ભીલ, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી, નાંદોદ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ તડવી,ગરુડેશ્વર તાલુકા પ્રમુખ શીતલબેન તડવી, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઈ તડવી તેમજ જિલ્લાના સરપંચ અને વી.સી.ઈ ના પ્રમુખ અશોકભાઈ વસાવા દશરથભાઈ તેમજ જિલ્લાના હોદેદારો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સરકારની વિવિધ યોજના ઓનલાઇન કામગીરી કરતા વી.સી.ઈ પોતાની માંગણીઓ માં ટેકાના ભાવે તુવર, મકાઇ, દિવેલા, મગફળી ખરીદીની અરજીઓ તથા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મળતી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આવક ના દાખલા જે વિવિધ પ્રકારની યોજનાઓ ની ઓનલાઇન કામગીરી નો બહિષ્કાર કરી નર્મદા જિલ્લાના અને સમગ્ર ગુજરાતના વી.સી.ઈ પહેલી ઓકટોબર થી તેઓ હડતાલ ઉપર ઉતરેલા હોય તેઓની માળખાકીય સુવિધાઓ અને માંગણીઓને પડતર પ્રશ્નો નો વહેલી તકે સુખદ નિરાકરણ આવે કે જેથી આવનારા દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો દરેક લાભ થાય અને માર્ગદર્શન મળતું રહે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *