રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
બાતમી ના આધારે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો એ ડભોઇ તાલુકાનાં ટિંબી ક્રોસિંગ નજીક વોચ રાખી ગાડી ને કોર્ડન કરી ગાડીમાંથી એક ને ઝડપ્યો. જ્યારે કારમાં બેસેલ એક ઈસમ ભાગી છૂટ્યો હતો. ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ નો જથ્થો કુલ ૨૮૩ બોટલો રૂ.૧,૦૭,૩૫૦, સ્વિફ્ટ ગાડી રૂ.૩,૦૦,૦૦૦ અને મોબાઈલ રૂ.૩૦૦૦ બધો મળી રૂ.૪,૧૦,૩૫૦નો મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ ના ટિંબી ક્રોસિંગ નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ જવાનોને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે છોટાઉદેપુર બોડેલી તરફ થી એક સફેદ રંગ ની સ્વિફ્ટ ગાડી નંબર
જી.જે.૦૬.એફ.ક્યૂ.૬૨૪૦ માં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જવાની છે. જે આધારે ડભોઇ તાલુકા ના ટિંબી ક્રોસિંગ નજીક વોચ રાખી બાતમી વાળી ગાડી આવતી જોઈ તેને કોર્ડન કરવા તૈયારી કરી હતી પણ પોલીસને દૂર થી જોઈ બે ઇસમો ખેતર
માં ભાગાવા લાગેલ જેમાં ના એક ઈસમ નામઢ નિખિલભાઈ ઉર્ફે કાલુભાઈ નજરીયાભાઈ રાઠવા રહે. ફલીયામોર,(મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે કારની પાછળની ડેકી માં તપાસ કરતાં કારમાંથી કુલ ૨૮૩ બોટલ રૂ.૧,૦૭,૩૫૦નો વિદેશી દારૂનું જથ્થો મળી આવ્યો હતો જ્યારે બીજા ઈસમ વિષે પૂછતા તેનું નામ કારણભાઈ જાણવા મળ્યું હતું. જ્યારે એલ.સી.બી. દ્વારા રૂ.૧,૦૭,૩૫૦ નો દારૂ, રૂ.૩,૦૦,૦૦૦ કાર અને એક મોબાઈલ ફોન રૂ.૩૦૦૦ નો બધા મળી રૂ.૪,૧૦,૩૫૦નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી ભાગી ગયેલ ઈસમ ની શોધખોળ માટે ચક્રો ગતીમાં કર્યા છે.