ખેડા જિલ્લાંમાં બંદી થયેલા કેદીઓને માનસિક શાંતિનો અનુભવ કરાવવા અનોખો પ્રયોગ ઓડિયો સિસ્ટમનો પ્રારંભ.

Kheda
રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા

અધિક પોલીસ મહાનિદેશકની સૂચનાથી જેલના બંદીવાનોની માનસીક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્મમકના ભાગરૂપે નડીઆદ જીલ્લાા જેલ ખાતે જેલની લાઇબ્રેરીમાં ઓડીયો બુકની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે. આ કામગીરી ‘‘રાઉન્ડન સોલ્યુસન‘‘ સાંથ બજાર, ગણેશ પોળ, નડિયાદ દ્વારા તૈયાર કરી જેલની લાઇબ્રેરીમાં કુલ – ૦૮ (આઠ) નંગ હેડફોન તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ ગોઠવી જેલના બંદીવાનોની માનસીક શાંતિ માટે ‘‘ઓડીયો સિસ્ટમ‘‘ નો નડીઆદ જીલ્લાા જેલના અધિક્ષક તેમજ જેલર તથા સ્ટાફ કર્મચારી અને બંદીવાનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જેલના તમામ બંદીવાનોને ઓડીયો લાઇબ્રેરીમાં ૧૦ થી ૨૦ મીનીટ સુધી આધ્યાત્મીક / સંગીત / ભજન અને પોઝિટિવ વિચારોની ઓડીયો સ્પીચ સાંભળવાનો લાભ આપવામાં આવે છે. તેમ અધિક્ષક, નડિયાદ જિલ્લા જેલ દ્વારા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *