મળતી વિગતો અનુસાર હાલોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સહીત સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કસ્બા ગોપીપુરા રોડ પાણી ની ટાંકી પાસે બાવળની ઝાડીઓમાં કેટલાક લોકો ટોળું વળીને જુગાર રમી રહ્યા છે. બાતમી વાળી જગ્યાએ છાપો મારતા જુગારીયાઓ પોલીસને જોઈ ભાગ્યા હતા. પોલીસે ૨ ઈસમો ગફારભાઈ વિરમભાઇ ચૌહાણ રહે.હાલોલ અને આલ્લારખાં સત્તાર મલેક રહે.હાલોલ ને ઝડપી લીધા હતા. પોલીસને બંને ઈસમોની અંગ જડતી માંથી રૂ.૭૯૫૦ તથા દાવ પરના રૂ.૩૧૮૦ મળી કુલ રૂ.૧૧,૧૩૦ નો મુદ્દામાલ ઝડપી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Home > Madhya Gujarat > Halol > હાલોલ પોલીસે જાહેરમાં જુગાર રમતા ૨ જુગારીયાઓને રૂ.૧૧,૧૩૦ના મુદ્દામાલ સહીત ઝડપી પાડ્યા.