રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના કપડવંજથી કાલાવડ, કાઠીયાવાડમાં નવા રણુજા માટે એસ.ટી. બસ શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વર્ષોથી અહીંના લોકો કાઠીયાવાડ તરફની નવી બસ માટે માંગણી કરતા હતા. નવા રણુજા બાબા રામદેવ પીરના દર્શન કરવા જતા મુસાફરો માટે એસ.ટી.ની સુવિધા ઘણી ઓછી છે. તેમાંય કપડવંજ, કઠલાલ તરફના મુસાફરો માટે કાઠીયાવાડ તરફની બસ જુજ હોઇ વર્ષોથી મુસાફરો નવા રણુજા તરફની બસ માટે માંગ કરી રહ્યા હતા. જે માંગ પૂરી થતા આજથી કપડવંજ નવા રણુજા એસ.ટી. બસનો શુભારંભ થયો છે. ડેપો મેનેજરના જણાવ્યાનુસાર દરરોજ સવારે ૧૧ વાગ્યે આ બસ કપડવંંજ થી ઉપડશે જે સાંજે ૭ વાગ્યાની આસપાસ નવા રણુજા પહોચશે. આ જ બસ બીજા દિવસે સવારે ૪.૪૫ વાગ્યે કપડવંજ પરત આવવા માટે નીકળશે.