રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
વડોદરા જિલ્લાની ખેડૂતો ની સૌથી મોટી બેંક એવી “બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક “ની આગામી ૨૭ મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે.જેમા ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની મુદત તારીખ ૬ ઓક્ટોબર સુધી હતી. જેમાં આધાર ભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૫ જેટલી બેઠકો પર ભાજપ પ્રેરિત “સહકાર પેનલના” ઉમેદવારો બિનહરીફ જાહેર. આ ઉમેદવારો સામે ફોર્મ ભરવાના અંતિમ સમય સુધીની મુદતમાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારો એ ઉમેદવારી ન નોંધાવતા આ ૫ બેઠકો બિનહરીફ જાહેર. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી- મુકેશભાઈ પટેલ ,બરોડા ડેરીના ઉપપ્રમુખ -જી .બી. સોલંકી અને હેમરાજસિંહ (શિવ) મહારાઉલ આમ આ ૩ ઉમેદવારો બિન હરીફ જાહેર. બીજા ૨ ઉમેદવારો જેમાં બરોડા ડેરીના ચેરમેન- દિનેશભાઈ પટેલ(દિનુમામા ), પાર્થિવ પટેલ સામે પણ કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા આ – ૨ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર. સદર ભાજપ પ્રેરિત “સહકાર પેનલ ” ને જીતાડવા માટે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના ભાજપના સંગઠનના અગ્રણી હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યોના પૂર્વ નક્કર આયોજનને પરિણામે આ – ૫ બેઠકો પરના “સહકાર પેનલ”ના ઉમેદવારોને બિન હરીફ જાહેર. આમ કુલ ૧૪ બેઠકોમાંથી ૫ જેટલી બેઠકો બિનહરીફ જાહેર. જેથી હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયામાં સહકાર પેનલ આગળ જણાય છે. હવે માત્ર ૯ બેઠકો ઉપરના ઉમેદવારો માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાવવાની છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી આઠ બેઠકો ઉપર યોજાનાર પેટા ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ વ્યસ્ત હોવાનું જણાવી રાજ્યની તમામ સહકારી ક્ષેત્રની જાહેર થયેલી ચૂંટણીઓ ૧૦ નવેમ્બર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આ બાકીની બેઠકો માટેની ચૂંટણીની આગળની પ્રક્રિયા હાલમાં જ્યાંથી ચૂંટણી પ્રક્રિયા અટકી છે ત્યાંથી પુનઃ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે .જેથી હવે આગળની ચૂંટણી પ્રક્રિયા માટેની નવી તારીખો જાહેર કરવામાં આવશે. જેથી હવે આગળની ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી ૧૦ નવેમ્બર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.