રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના પારાગામ નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે. હાલ ચોમાસુ ગયું ત્યારે સંખ્યા બંધ મગર આ નદીમાં તણાઇ આવ્યા છે. ત્યારે પારાગામ નજીક ના કિનારા ઉપર સાંજ ના સમયે એક મગર દેખાઈ આવતાં લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ મગર ને ઝડપી પાડી તેને રહેણાંક વિસ્તાર થી દૂર લઈ જવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ડભોઇ તાલુકાના પારાગામ નજીક થી ઓરસંગ નદી પસાર થાય છે. ત્યારે નદી નજીક ખેતરો માંથી સાંજના સુમારે લોકો પરત ફરતા હોય છે.
કેટલાક ખેડૂતો અને માછીમારોને નદીના કિનારે આશરે ૯ ફૂટ લાંબો મગર દેખાઈ આવ્યો હતો. હાલમાં વરસાદની સિઝન પૂર્ણ થવાની આરે છે. ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતી હતી અને ઉપરવાસમાંથી પાણી સાથે કેટલાક મગરો ઓરસંગ નદીમાં આવી ગયા છે. નદી કિનારાના ગામોમાં મગર દેખાઈ આવવાના શરૂ થઈ ગયા છે. વન વિભાગ આ મગર ને ઝડપી પાડી રહેણાંક વિસ્તાર થી દૂર લઈ જાય તેવી ગ્રામજનોની માંગ છે.