રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરમાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ ઉપર ડભોઇના શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ધણા સમયથી બંધ રહે છે. તેથી રાત્રિના અંધકારમાં વાહનચાલકો અથવા રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ડભોઇ નાંદોદી ભાગોળ પાસે આવેલ દશામાતા મંદિર નજીક રહેતા રાજેશભાઈ ભુપેન્દ્રભાઈ તડવી ગત રાત્રીના પોતાના ઘરે પગપાળા જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી એક બાઇકના ચાલક વિજયભાઈ સોમાભાઈ ભીલ રહે. પાનકોલા ગામ તા.નસવાડી દ્વારા પૂર ઝડપે બાઇક હંકારી આવી રહ્યા હતા ત્યારે ત્યારે રાત્રીના અંધારામાં આગળ ચાલતા રાજેશભાઈને ન દેખી શકતા અડફેટે લઈ બંને રોડ ઉપર ફગોળાયા હતા. જ્યારે સ્થાનીકોનું કહેવું છે કે આ રોડ ઉપર ની સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. અકસ્માત થતાં ડભોઇ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતો. અને ટ્રાફીક કંટ્રોલ કરી ૧૦૮ ની મદદથી બંને વ્યક્તિ ને સારવાર અર્થે ડભોઇ સરકારી દવાખાને અને ત્યાર બાદ વડોદરા સારવાર માટે લઈ જવાયા હતા.