બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળામાં સરકારી એસટી બસો ડેપોમાં જવા અને ડેપોમાંથી રાજપીપળા બહાર જવા માટે સ્ટેશન રોડ ઉપરથી પસાર થતી હતી. પરંતુ સફેદ ટાવર થી સબજેલ સુધી સાંકડો રસ્તો હોવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. જેથી ગામ બહાર જતી બસ સ્ટેશન રોડ થઈ કલાઘોડા તરફ અને અન્ય માર્ગ માં કોર્ટ થી કાળિયાભૂતનો રસ્તો નક્કી કરાયો હતો. ગામમાં આવતી બસો કાળિયાભૂત થઈ છત્રવિલાસ થી ડેપોમાં આવે છે. હાલ મચ્છીમાર્કેટ ની પાછળ થી બસનો વ્યવહાર શરૂ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે સવારે એક બસ રહેણાંક મકાનની બહાર અથડાતા એક મહિલા બચી ગઈ હતી સ્થાનિકોનું કહેવું છે કે મચ્છીમાર્કેટની પાછળનો રસ્તો તેમજ નિઝામ શાહ અને સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા સાંકડા હોવાથી મોટી બસો પસાર થાય એ જોખમી છે. ક્યારેક કોઈ નાના બાળકો કે વૃદ્ધ બસની અડફેટે આવી જાય તો જવાબદાર કોણ ? ઉપરાંત એસટી બસ નો વ્યવહાર અન્ય રસ્તે ખસેડવામાં આવે તેવી ત્યાંના સ્થાનિકોની માંગ છે.