નર્મદા: રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૪૦ કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

રાજ્યની ૨૩ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલી ગ્રાન્ટમાંથી ૧૦૫ કરોડના ખર્ચે વિકાસના કામોનું ઓનલાઈન લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. જેમાં નર્મદા જિલ્લાનો કાર્યક્રમ રાજપીપલા સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. રાજપીપલા પાલિકામાં વિવિધ વિસ્તારોમાં ૨ કરોડ અને ૮ લાખ રૂપિયાના આરસીસી પેવર બ્લોક ના કામનું ખાતમુહૂર્ત ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીના હસ્તે ઓનલાઈન કરાયું હતું. આ સાથે રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ૪૦ કરોડના ખર્ચે ૧૯૦ કામો ટૂંક સમયમાં થશે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ, કારોબારી અધ્યક્ષ અલકેશસિંહ ગોહિલ, ભરત વસાવા, સંદીપ દસાંદી ચીફ ઓફિસર જયેશ પટેલ સહિત કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં ૨ કરોડ અને ૮ લાખ રૂપિયાના આરસીસી પેવર બ્લોક નાખવાના કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.આગામી ચાર માસમાં સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે તથા વિકાસના અન્ય તમામ ૪૦ કરોડના જે કામો છે તે ટૂંક સમયમાં સંપન્ન કરવામાં આવશે. નગરમાં મહત્વના કરજણ નદી પર ૧૨ કરોડનું રિવરફ્રન્ટ,રાજપીપળા કાર માઈકલ બ્રિજનું રિનોવેશન કરવું ઉપરાંત પાણી ભરાવાની સમસ્યાના નિકાલ માટે ડ્રન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *