ગોધરા બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજાને બાતમી મળી હતી કે ગોધરાના કેટલાક ઈસમોએ અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે કેટલાક ગૌવંશ બાંધી રાખેલ છે. બાતમી વાળી જગ્યા પર રેડ કરવા માટે પોલીસ સ્ટેશનના જવાનોને સૂચના આપતા પોલીસ સ્ટાફના જવાનોએ આયોજનપૂર્વક બાતમી વાળી અલગ અલગ જગ્યાએ રેડ કરી ૫ જગ્યાઓથી ૩૪ ગૌવંશને બચાવી લીધી હતી. અને ૬ આરોપીઓ તહેરા ઇલ્યાસ ભોલ ઉર્ફે ભાણીબેન રહે.મહોમ્મદી સોસાયટી,અહેમદ હુસેન યાકુબ ઉર્ફે ચદરિયો રહે.સાતપુલ, તસ્લીમ અહેમદ ઈસ્માલવાળા રહે.સાતપુલ,સલમાન મુસા દેસાઈ રહે.અંજુમન સોસાયટી,કાશીમ મુસા દેસાઈ રહે.અંજુમન સોસાયટી અન્ય એક ઈસમ દ્વારા ગૌવંશને કતલ કરવાના ઇરાદે ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ ૨ ગાય,૨૩ બળદો,૧ વાછરડું સહિત અન્ય ૮ ગૌવંશ મળી ૩૪ ગૌવંશને બચાવી લઇ ૬ આરોપીઓ વિરૃદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Home > Madhya Gujarat > Godhra > ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ૩૪ ગૌવંશને બચાવી.