રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાની ઠાસરા મામલતદાર કચેરીમાં કોરોનાના ૭ કેસ પોઝિટિવ મળી આવતા કચેરીમાં ફફડાટ મચી ગયો છે. પોઝિટિવ કેસ મળવાના કારણે મામલતદાર કચેરીનું તમામ કામકાજ હાલપુરતુ બંધ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મામલતદાર કચેરીમાં તાપસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ડેનિષ ભાઈ મેકવાન-નાયબ મામલતદાર અને રાજેશભાઈ ગઢવી-રેવન્યુ તલાટીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અને બીજા ૫ પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં (૧) સચિન હરિજન (૨) ઇમરાન.એ.શેખ (૩) જયંતીભાઈ વસાવા (૪)અસલમ મલેક (૫) જીગર સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી હજુ બીજા પણ પોઝિટિવ કેસ આવવાની સંભાવના દેખાઈ રહી છે. આ બધા કર્મચારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવે છે. જેથી મામલતદાર કચેરીનું તમામ કામકાજ હાલપુરતુ બંધ કરવામાં આવ્યું છે. હવે ત્યાં કામ કરતા તમામ ના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ હાથ ધરાશે એવી માહિતી મળી રહી છે.