બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં હાથસરના બનાવમાં આરોપીને કડક માં કડક સજા થાય તે બાબતે ઠાસરા ખાતે એ.બી.વી.પી ઠાસરા/ગળતેશ્વર દ્વારા કેન્ડલમાર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના હાથસરની વાલ્મિકી સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેની જીભ કાપી, હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા આરોપીઓને કડક માં કડક સજા કરવાની માંગ સાથે દેશભરમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ઠાસરા / ગળતેશ્વર એ.બી.વી.પી દ્વારા હાથસરની પીડિતા મહિલાને ન્યાય મળે તે બાબતે એ.બી.વી.પી ઠાસરા/ગળતેશ્વર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વંદે માતરમ,ભારત માતા કી જય, નારી કે સન્માન મેં એ.બી.વી.પી મેદાન મેં જેવા સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા.