રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ સેવા સંગઠન ગુજરાતને મજબૂત બનાવી બ્રાહ્મણ પરિવારો સંગઠિત બનાવી વધારે વિસ્તારોમાં વ્યાપ બનાવવા સંગઠિત હેતુથી સંગઠનના પ્રદેશ અધ્યક્ષ જે.ડી.ઉપાધ્યાય રાજકોટ વિચાર વિમર્શ કરી સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ડાકોરના અગ્રણી પત્રકાર સામાજિક કાર્યકર નીતિનભાઈ ખંભોળજાની વરણીની જાહેરાત કરી. તેઓ ખંભોળજાના વરિષ્ઠ પત્રકાર છે અગાઉ તેમને ગુજરાત પત્રકાર સંઘમાં સેક્રેટરી તથા ખેડા – આણંદ જિલ્લા પત્રકાર સંઘમાં મંત્રી સંગઠનમાં સેવા આપી હતી. ઉપરાંત ખેડા જિલ્લા બ્રહ્મ સમાજ ના સહમંત્રી તરીકે કાર્યરત હતા. તેમની નિમણૂક થતા ગુજરાત રાજ્ય તથા ખેડા જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ હતી.
