રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ઉત્તરક્રિયા નિમીતે સ્નેહીજનોને નાસ લેવાનું મશીન આપી કોરોના મુક્ત બનવા જાગૃત બનાવ્યાં.
કેશોદ શહેરમાં સદૃગની ઉત્તરક્રિયા નિમીતે પરિવારજનો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ મનસુખભાઈ (કારાભાઈ) લાધાભાઈ વણપરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે અને સ્વર્ગસ્થ જયભાઈ બીપીનભાઈ ગજેરાની પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત સગાં સંબંધીઓને કોરોના મહામારીમાં તંદુરસ્તી જાળવવા માટે નાસ લેવાનાં ઈલેક્ટ્રીક મશીન આપવામાં આવ્યાં હતાં. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદનાં મેહુલભાઈ ગોંડલીયા પરિવાર અને યોગેશભાઈ મનસુખભાઈ વણપરીયાની સાથે જલારામ મંદિર પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતાં. કેશોદ શહેરમાં કોરોના મહામારી કાબુમાં લેવા સરકાર વિવિધ અભિયાન ચલાવે છે ત્યારે સામાજીક પ્રસંગો અને રીતરીવાજો સાથે કોરોના મહામારી કાબુમાં લેવા માટે કરવામાં આવેલ નવતર પ્રયોગ અન્ય લોકોને દિશાસૂચક અને પ્રેરણાદાયક બની ગયેલ છે. સ્વર્ગસ્થ મનસુખભાઈ વણપરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે અને સ્વર્ગસ્થ જયભાઈ બીપીનભાઈ ગજેરાની પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્તે અપનાવેલા નવતર અભિગમથી સગાં સંબંધી અને સ્નેહીજનોને પણ કોરોના મુક્ત બનવા નિયમિત પણે નાસ લઈને તંદુરસ્તી જાળવવા અપીલ કરી હતી. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઈ ગોંડલીયા અને જલારામ મંદિર પરિવાર દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓને પોતાના પ્રસંગોમાં નાસ લેવાનું ઈલેક્ટ્રીક મશીન, માસ્ક કે સેનેટાઈઝર વિતરણ કરવાની ઈચ્છા હોય તો સંપર્ક કરવા જણાવ્યું છે. જુનાગઢ જીલ્લાના કેશોદ શહેર તાલુકામાં કોરોના મહામારી વધી રહ્યો છે. ત્યારે કોરોના મહામારીથી બચવા માટેનાં ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી ખરાં અર્થમાં ઉત્તરક્રિયા અને શ્રધ્ધાંજલી સાર્થક થઈ હોવાનું માની શકાય.