રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ખાતે વર્ષોથી નાખવામાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડ ના થાંભલા મોટા ભાગના પડી જાય તેવા થઈ રહ્યા છે તો કેટલાક થાંભલા ને તિરાડ પડી ગયેલા છે ત્યારે બાદરપુરા ગ્રામજનો દ્વારા વારંવાર રાધનપુર ખાતે આવેલી જીઈબી કચેરીએ મૌખિક અને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ રાધનપુર ખાતે આવેલી ગુજરાત વિદ્યુત બોર્ડ ના અધિકારીઓ કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઇ ને બેઠા છે તેવુ લાગી રહ્યુ છે. બાદરપુરાના સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવેલ છે. છતાં રાધનપુર જીઈબી ના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે બાદરપુરા ગ્રામજનો માં ચિન્તા ગમે ત્યારે થાંભલા હોનારત સર્જી સકે છે તેવી સંભાવના કરી રહ્યા છે ત્યારે રાધનપુર જીઈબી નુ તંત્ર જાગે તેવી માંગણી ઉઠવા પામી છે. તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી થાંભલા અને વાયરીંગનુ રીપેરીંગ કરે તેવી ગામના લોકોની માંગણી છે.