રિપોર્ટર:ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ તાલુકાના ખારવા સમાજ દ્વારા સંપૂર્ણ પણે લોકડાઉન જોવા મળી રહ્યો છે તેમજ માછીમારી કરતા તમામ બોટો ક્રેન મારફતે કાઠા ઉપર ચડાવી દેવામાં આવી છે. તેમજ ખારવા સમાજની વર્ષો જૂની માંગ છે કે દર વર્ષે ૩૧ માર્ચના રોજ દરિયો ખેડવાની બંધ જાહેર કરવામાં આવે છે તે ૧લી સપ્ટેમ્બરથી સુધી ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.

સરકાર દ્વારા તમામ માછીમારોને ૩૧ માર્ચ દરિયો ખેડવાનું બંધ કરી નાના-મોટા ધંધાર્થીઓ દરિયો ન ખેડવા જાહેર કરવામાં આવ્યું હતું. માછલીઓને જે 31 માર્ચ થી ૧ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં બ્લીડીંગ શરૂ હોય તેમજ જે આ સમયગાળામાં ઈંડા અને નાના બચ્ચાં વધુ પ્રમાણમાં હોવાથી જે માછીમારો હાલના સમયમાં મચ્છીમારી કરી રહ્યા છે તેમાં મોટા પ્રમાણમાં નાની માછલીઓ મરી જતી હોય છે. જેથી લોકોને નાની માછલીઓ ના ભાવ ન મળે તેમજ જ્યારે અરબ સાગર ના દરિયા ની અંદર મોટા પ્રમાણમાં નાના બચ્ચા પ્રમાણ જોવા મળતું હોય જેમાં પાપલેટ અને ગુમલા જેવી માછલીઓનું પ્રમાણ ખૂબ જ હોવાથી. પાછલી સિઝન થોડી અગાવ બંધ કરવામાં આવે પ્રથમ સિઝનમાં માછીમારો ને પુસકળ પ્રમાણે મળી રહે અને ભાવ પણ સારો મળે તેથી ખારવા સમાજના પ્રમુખ નારાયણ ભાઇ ની મુલાકાત પત્રકારો દ્વારા લેવાઈ હતી.
ત્યારે ખારવા સમાજ ના પ્રમુખ નારણ ભાઇ એ જણાવ્યું હતું કે હાલ જે પાપલેટ આવે છે તેને ફેકવામાં જાય છે પેલી સિઝન શરૂ થાય ત્યારે આ પાપલેટનું વજન સાતસો આઠસો ગ્રામ હોય. આને ભાવ પણ સારો મળે આને અહીયા થી મચી વેરાવળ જ નહીં પણ મુંબઈ હૈદરાબાદ તેમજ અન્ય રાજ્ય માં એક્સપોર્ટ થાય છે ત્યારે હાલ લોકડાઉનના કારણે બહારના વેપારી જાફરાબાદ મચી ખરીદી કરવા પણ આવે નહીં એટલે ખારવા સમાજ ની બધી બોટ કાંઠે બાંધી દેવામાં આવી છે અને સરકાર શ્રી ના આદેશ હોય પણ દરીયામાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ શકે નહિ તથા લોકડાઉનનું પાલન પણ થઇ શકે તેમ નથી.