હાલોલમાં કોંગ્રેસે હાથરસના બનાવ અને ખેડૂતોના પાકના પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ.

Halol Latest Panchmahal
રિપોર્ટર: કાદિરદાઢી, હાલોલ

હાલોલ મામલતદાર કચેરી ખાતે હાલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે બનેલા યુવતી ઉપરના અત્યાચારના બનાવ તેમજ ખેડૂતોના પાક નિષ્ફળ જવા બાબતે હાલોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતીનું અપહરણ કરીને ગેંગરેપ કરીને કમરના મણકા તોડીને જાનથી મારી નાખી હતી. આ ઘટનાને લઈને તાત્કાલિક એફ.આઈ.આર નહી કરી પોલીસ કર્મચારીઓ દ્વારા મીડીયામાં ખોટા નિવેદનો આપીને પીડીતાના મૃત્યુબાદ રાત્રે બે વાગ્યે પોલીસ પ્રશાસન બાદ અંતિમસંસ્કાર ગેરકાયદેસર રીતે કરીને પોલીસ કર્મચારીઓ દ્વારા પુરાવા સાથે ચેડા કરીને પુરાવાનો નાશ કર્યો છે.આ ગેરકાયદેસર કૃત્ય બદલ તમામ પોલીસ કર્મચારીઓને ગુન્હામાં મદદગાર તરીકે આરોપી બનાવવા રજુઆત કરી હતી. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નેસ્તનાબુદ થઈ ગયેલી છે. સરકારનુ કોઈજ નિયંત્રણ નથી. વધુમા આવેદનમાં જણાવામા આવ્યુ હતુ કે હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા તાલુકાના ખેડૂતોને વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જતા અસરગ્રસ્ત તાલુકામાં સામેલ કરવાની બાબતે તેમને પણ સહાય ચુકવવામાં આવે તેને અનુલક્ષીને મામલતદાર ને પણ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જયારે હાથરસ જેવી ઘટના ને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે.ભવિષ્યમાં આવા પ્રકારના ગુન્હાઓ ના બને તેની જવાબદારી સરકારની રહે છે.જો તેની ઉપર સરકાર નિયંત્રણ નહી લાવે તો ના છુટકે અમારે રોડ ઉપર ઉતરવુ પડશે. આ બનાવમાં કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ અથવા સ્પેશિયલ કોર્ટ નીમીને ઝડપથી નિકાલ કરીને તમામ આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ. તેવી માંગ આવેદનપત્રમાં કરવામા આવી હતી. જેમાં હાલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *