વડોદરા: અકોટા ગરનાળા પાસેથી પાંચ ફુટનો મગર પકડાયો.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

વડોદરા શહેરમાં માનવવસ્તી સાથે મગરોની વસ્તી પણ સતત વઘી રહી છે અને મગરો માનવ વસ્તીમાં દરરોજ ટહેલવા આવી રહ્યા છે. શહેરના અકોટા પાસેના નરનાળા નજીક મગર આવી ચઢતા તે વિસ્તારના રહીશો ભયભીત બન્યા હતા અને તેની જાણ લાઈફ વીથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન અને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટની ટીમને કરવામાં આવતા બત્રે સંસ્થાઓની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાંચ ફૂટ લાંબા મગરને પકડી લીધો હતો અને બત્રે સંસ્થાની ટીમ દ્વારા પકડેલા મગરને સહી સલામત વન વિભિગને સોંપવામાં આવ્યો હતો. આખરે ત્યાંના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *