બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં હાથરસના બનાવમાં આરોપીઓને કડક સજા અપાવવા બાબતે ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગ રેપ અને હત્યાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે, ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવતીને ન્યાય મળે તે હેતુથી કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસનું વાલ્મિકી સમાજ ની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેણીની જીભ કાપી હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા બળાત્કારીઓને કડક માં કડક સજા થાય તથા દલિત દીકરીને ન્યાય મળે તે હેતુથી ગળતેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સેવાલિયામાં કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું. જેમાં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર, ગળતેશ્વર કોંગ્રેસ તાલુકા પ્રમુખ મહેશભાઈ રાઠોડ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ યુવાકાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.