રાજય સરકાર દ્વારા ડાંગર-મકાઇ અને બાજરી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

તા. ૧૬મીથી ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી તા. ૩૧મી ડિસેમ્‍બર સુધી કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્‍છતા ખેડૂતો તા. ૨૯મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવી લે.

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર-મકાઇ અને બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૧૬/૧૦/૨૦૨૦થી શરૂ કરવામાં આવનાર છે. જે તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધી ડાંગર અને મકાઇ માટે જિલ્‍લાના ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ.ના લુણાવાડા, સંતરામપુર/કડાણા, વિરપુર, બાલાસિનોર જયારે ખાનપુર તાલુકા માટે અંબિકા એનીમલ્‍સ ફીડસ ગામ, ચારણના દહેગમડા ખાતે તથા બાજરીની ખરીદી વિરપુર, બાલાસિનોર ગોડાઉન કેન્‍દ્રો ખાતે જયારે ખાનપુર તાલુકા માટે અંબિકા એનીમલ્‍સ ફીડસ ગામ ચારણના દહેગમડા ખરીદ કેન્‍દ્ર ખાતે કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આ માટેના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્‍યા છે. લઘુત્તમ ટેકાના જાહેર કરવામાં આવેલ ભાવ અનુસાર ડાંગર (કોમન) રૂા. ૧૮૬૮/- પ્રતિ કિવન્‍ટલ, ડાંગર(ગ્રેડ-એ) માટે રૂા. ૧૮૮૮/- પ્રતિ કિવન્‍ટલ, મકાઇ માટે રૂા. ૧૮૫૦/- પ્રતિ કિવન્‍ટલ અને બાજરી માટે રૂા. ૨૧૫૦/- પ્રતિ કિવન્‍ટલ નિયત કરવામાં આવ્‍યા છે. તદઅનુસાર મહીસાગર જિલ્‍લાના જે ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર-મકાઇ અને બાજરીનું વેચાણ કરવા ઇચ્‍છતા હોય તેઓએ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ.ના તાલુકા ગોડાઉન ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

જે ખેડૂતો આ ઓનલાઇન નોંધણી કરાવવા ઇચ્‍છતા હોય તેઓએ નોંધણી માટેના જરૂરી પુરાવાઓ જેવાં કે આધાર કાર્ડની સેલ્‍ફ એટેસ્‍ટેડ નકલ, આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અદ્યતન અસલ ૭/૧૨ અને ૮/અ રેકોર્ડની નકલ, ફોર્મ નંબર-૧૨માં પાક વાવણી અંગે એન્‍ટ્રી ના થઇ હોય તો પાક વાવ્‍યા અંગેનો તલાટીનો સહી-સિકકા સાથેનો અસલ દાખલો, ખેડૂતોના નામે IFSC કોડ સહિતની બેન્‍ક એકાઉન્‍ટની વિગતો માટે બેન્‍ક પાસબુકની નકલ અથવા કેન્‍સલ ચેકની નકલ નોંધણી કરાવવા માટે સાથે લઇ જવાની રહેશે. ખેડૂતોએ પોતાની માલની અસ્‍વીકૃતિ ન થાય તે માટે તેમનો જથ્‍થો સાફ-સુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત સમયમર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવીને ખરીદ કેન્‍દ્ર ખાતે લઇને જવું જેથી પોતાના માલની સ્‍વીકૃતિ થાય. ખેડૂતોને જો તેમના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્‍ટ્રેશન બાબતે જો કોઇ મુશ્‍કેલી જણાય તો હેલ્‍પ લાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૭૯ ઉપર સંપર્ક કરવા મહીસાગર-લુણાવાડાના ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્‍લા મેનેજરએ જણાવ્‍યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *