રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે સાચી હકીકત ખેડૂતો સુધી પહોંચાડવા માટે ઠાસરા તાલુકાના ગોળજ ગામે પંચમહાલ લોકસભા સીટના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા સમજુતી આપવા આવી હતી. કોંગ્રેસ દ્વારા જે જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે એના વિરુદ્ધ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાચી સમજ આપીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ આ બેઠકમાં ઠાસરા વિધાનસભા ના લોકલાડીલા યુવા નેતા બકાભાઈ તથા ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ કંચન સિંહ,ઠાસરા ભાજપના પ્રમુખ લક્ષ્મણ સિંહ પરમાર તેમજ પાર્ટીના મહાનુભાવો તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.