ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા વાહનના ટાયરમાં પંચર પડતા રોડ પર ઉભેલી પીકઅપ વાહનને પાછળથી મજૂરો ભરેલી ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા વિસ્તારમાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના મોત થયા છે. ધાર જિલ્લાના તિરલામાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે મજૂરો ભરેલા એક પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. પિકઅપ વાહનમાં પંચર પડતા રોડ પર ઉભી હતી. તે દરમિયાન પાછળથી મજૂરો ભરીને આવી રહેલા વાહને ટક્કર મારતા ૬ લોકોના મોત થયા હતા. તેમજ ૨૪ મજુરો ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટનામાં ૪ મજૂરોના મોત ઘટના સ્થળ પર જ થયા હતા. તો ૨ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બધા જ મજૂરો ઘાર જિલ્લાના ટાંડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. હાલમાં આ સમગ્ર મામલે તિરલા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.