આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જખવાડા ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વિરમગામ તાલુકાના જખવાડા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા કે જેવો એ જખવાડા ગામને દત્તક લીધું છે જખવાડા ગામમાં ખાટલા બેઠક કરવામાં આવી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ભાજપ સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા,વિરમગામ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરમગામ તાલુકા સંગઠન પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ તાલુકા સંગઠન હોદ્દેદારો મહામંત્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, જખવાડા ગ્રામ પંચાયત યુવા સરપંચ મનોજ સિંહ ગોહિલ અને આગેવાનો ખાટલા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જખવાડા ગામે ખેડૂત મિત્રો સાથે ખાટલા બેઠક કરી ખેડૂત મિત્રોને કૃષિ બિલ વિશે માહિતગાર કર્યા અને ખેડૂતોને સમર્પિત મોદી સરકાર covid-19 ની વૈશ્વિક મહામારીના સંકટ સમયે પણ કૃષિ ક્ષેત્રે આગળ વધવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કૃષિ સંરચના કોશ માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ પેકેજથી ખેડૂતોને આર્થિક રૂપે ટેકો મળશે અને ખેડૂતોને સરકાર દ્વારા જે સહાય મળે છે તે ખેડૂતોને ખેડૂત લક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાટલા મીટીંગ માં ભાજપના હોદેદારો, કાર્યકરો, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખાટલા મીટીંગ પત્યા બાદ જખવાડા ગામની અંદર રોડનું ખાતમુર્હત સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા, પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *