બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ડાકોર પોલીસ હે.કો સહિત ચાર કર્મીઓ મંગળવાર વહેલી સવારે બોલેરો ગાડી લઇને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી કાર વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પસાર થઇ હતી. ત્યારે પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બોલેરો કારને ટક્કર મારતાં કાર ચારથી પાંચ વખત પલટી મારી નજીકના ગટરમાં ઉતરી ગઇ હતી. જેના કારણે કારમાં બેઠેલા ચાર પોલીસ કર્મચારીઓને વધતી ઓછી ઇજાઓ થતાં સારવાર માટે ડાકોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ડાકોર પોલીસ સ્ટેશનનાં હે કો, નગીનભાઇ, પો.કો કુલદીપસિંહ, હોમગાર્ડ સુરવીર સિંહ તથા ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર પોતાના પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે દરમ્યાન સવારે ૫:૩૦ સમયના અરસામાં ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એસ.ટી. બસ ચાલકે ગફલતભરી રીતે હંકારી પોલીસની વાનને ટક્કર મારતાં વાન ત્રણ ચાર પલ્ટી ખાઈને ઝાળી જાખર માં ઉતરી ગઈ હતી.તેના કારણે વાનમાં બેઠેલા ચાર, પોલીસ કર્મીઓને વધતી ઓછી ઈજાઓ થવા પામી છે. તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડાકોર પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.