રિપોર્ટર:-જયેશ મારડીયા, ઉપલેટા
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે, તો આ જ કોરોનાવાયરસ અનેક લોકોનો ભોગ પણ લઇ ચૂકયો છે ત્યારે આવા ગંભીર રોગની સામે સરકાર અને તંત્ર દ્વારા અનેક સાવચેતીની અને સુરક્ષા માટેની ગાઈડલાઈન તથા સૂચનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ મહામારીમાં સામાજિક તેમજ માનવ હિતના કાર્ય માટેની સેવાઓ કરતું અને સમાજસેવા સાથે સંકળાયેલા અનેક ટ્રસ્ટો હાલ કોરોનાવાયરસની મહામારીમાં લોકોને રક્ષણ માટેના પૂરતા પ્રયાસો અને મદદ કરે છે. ત્યારે ઉપલેટા શહેરમાં આવેલ સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપલેટા દ્વારા કોરોના વાયરસની મહામારી સામે લોકોને રક્ષણ મળે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મદદરૂપ થવા ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક લોકોને આ ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેથી કરીને કોરોનાવાયરસની મહામારીમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારી અને કોરોનાવાયરસ સામે લડવામાં મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.