વડોદરા: બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા.

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

વડોદરા જિલ્લાની બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ની આગામી ૨૭ મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં બેંકના વર્તમાન ચેરમેન અતુલભાઇ પટેલ સહિત સહકારી આગેવાનોએ આજરોજ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. સદર બેંકની ચૂંટણીના ઉમેદવારીપત્રો ૫ અને ૬ ઓક્ટોબરના રોજ ભરી શકાશે. જે ઉમેદવારીપત્રોની સાતમી ઓક્ટોબરના રોજ ચકાસણી થશે. ૧૨ થી ૧૬ ઓકટોબર દરમિયાન ઉમેદવારી પરત ખેંચી શકાશે ચૂંટણી ૨૭ ઓક્ટોબરના રોજ યોજાશે. અને ૨૮ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે .સદર બેન્કની કુલ ૧૪ બેઠકો માટે ગામડાઓની ૫૨૫ વિકાસ મંડળીઓ માટે ૧૧ બેઠકો, નાગરિક સહકારી બેંક અને કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી વિભાગની ૨૫૦ સંસ્થાઓ માટે એક બેઠક ,ખરીદ વેચાણ સંઘ વિભાગની ૧૩૫ મંડળીઓના વિભાગ માટે એક બેઠક, દૂધ ડેરી- હાઉસિંગ- ફળફળાદી જેવી ૫૫૦ મંડળીઓ માટે એક બેઠકનો સમાવેશ થાય છે. હાલમાં સદર બેંકમાં ચેરમેન તરીકે અતુલભાઇ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અજીતભાઈ પટેલ કાર્યરત છે. તેઓ પોતાની પેનલ બહુમતીથી ચૂંટાઈ આવે તેવા પ્રયાસો કરનાર છે. સદર ભાજપ પ્રેરિત “સહકાર પેનલ” માં ચેરમેન – અતુલભાઇ પટેલ, વાઇસ ચેરમેન- અજીતભાઈ પટેલ, બરોડા ડેરીના ચેરમેન- દિનેશભાઈ પટેલ( દિનુમામા), બરોડા ડેરીના ઉપપ્રમુખ -જી.બી. સોલંકી,છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી -મુકેશભાઈ પટેલ, પાર્થિવ પટેલ, સતિષભાઈ પટેલ (નિશાળીયા) સહિતના સહકારી આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી વિજયભાઈ પટણી સમક્ષ રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને ડભોઇ-દભૉવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા ) ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભાજપ પ્રેરિત ” સહકાર પેનલ” નો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે સહકારી આગેવાનોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રચાર -પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *