રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ
ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક ખાનપુરા ગામના ચાર રસ્તા પાસે વહેલી સવારના સમયે પી.એસ.આઇ ડી.કે પંડ્યા સહિતના પોલીસ જવાનો વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન ઈકો ગાડી આવી પહોંચતા તેના ચેકિંગ દરમિયાન તેમાંથી ૬૭,૨૦૦ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ના કુખ્યાત બુટલેગર બકો અને તેનો સાગરીતની વહેલી સવારે દારૂના જથ્થા સાથે મળી આવ્યા હતા. ડભોઇના પી.આઈ.જે. એમ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ ડી.કે. પંડ્યા સહિતના પોલીસ જવાનો વાહનો ચેકિંગ કરી રહ્યા હતા. એ અરસામાં ઈકો ગાડી ચાલક પોલીસને જોઈ ગાડી વાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને ઉભો રાખતા અને તેની ઓળખ કરતા કાયાવરોહણ ના કુખ્યાત બુટલેગર રમેશભાઈ ઉર્ફે બકો ભાણાભાઈ રાઠોડીયા તેમજ તેનો સાગરીત સ્નેહલ ઉર્ફે ભયલુ ચંપકભાઈ માછી રહેવાસી નવીનગરી કાયાવરોહણનાઓ દૂરથી પોલીસને આવતી જોઈ ભાગી છૂટયા હતા. સદર ઈકોગાડી માંથી ૬૭, ૨૦૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડી રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી રૂપિયા કુલ રૂપિયા ૨,૬૭,૦૦૦ નો મુદ્દામાલ પોલીસ તંત્રએ જપ્ત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.