રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
યાત્રાધામ ડાકોર અધિકમાસ નિમિત્તે ગોમતી કિનારા ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમ માં વામન અવતાર કૃષ્ણ અવતાર અને રામ અવતાર ઉજવવામાં આવ્યો હતો. હાલ અધિકમાસ ચાલી રહ્યો હોવાથી ગોમતી તળાવ ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું. કથાની વ્યાસ પીઠ ઉપર થી સુરેશ ભાઈ જાની સુરેન્દ્રનગર વાળા સંગીત મય કથાનું રસપાન કરાવ્યું હતું. ખુબ જ સુંદર દિવસ અને ભગવાન વામન અવતાર: રામ અવતાર અને કૃષ્ણ અવતાર બાળકો એ ધારણ કર્યો હતો. જેમાં વામન વેશભૂષા અને રામ વેશભૂષા અને કૃષ્ણ વેશભૂષા વાળા બાળકોની પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ પૂજનનો લાભ દંડીસ્વામી આશ્રમના મહંત વિજય દાસ બાપુએ પૂજન અને આરતી પણ કરી હતી. અને આ સમગ્ર કથાનું આયોજન મહેન્દ્રસિંહ ચુડાસમા એ સારી રીતે બધી વ્યવસ્થા કરી અને સેવક તરીકે સેવા આપી હતી અને સોશિયલ ડિસ્ટનનું પાલન પણ કરી આ સમગ્ર પૂજન કર્યું હતું.