બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
સરકારના જાહેરનામાં મુજબ દંડ વસુલ કરવા લોકોની માંગ..
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન બાદ ખુલેલ મામલતદાર કચેરીમાં અરજદારોનો ઘસારો રહે છે. ત્યારે સરકારની સૂચના મુજબ માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી આ હુકમનું પાલન કરવામાં ઉણા ઉતર્યા છે. અને કલેકટરના હુકમ બાદ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા નજરે પડે છે. જે ખરેખર આવનાર અરજદારો અને તેમના પોતાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. આ સરકારી કર્મચારીઓ કોરોના વાઈરસના સગા થાય છે કે શુ ?? બીજી તરફ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ મામલતદાર કચેરીમાં ઠેરઠેર માસ્ક ફરજીયાતના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. તો શું આ સૂચનાનું પાલન ફક્ત આવનાર અરજદારો માટે જ છે.?? ત્યારે કાયદાની જોગવાઈ મુજબ ઘરથી માસ્ક વગર બહાર નીકળતા લોકો માટે ૧૦૦૦/- રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સરકારની ગાઇડલાઇનનો ભંગ કરનારા આ કર્મચારીઓ પાસે દંડ વસુલ કરવામાં આવશે કે કેમ તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે.