પંચમહાલ: શહેરાના ધામણોદની મુવાડી પાસેથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો.

Latest Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

શહેરાના ધામણોદની મુવાડીપાસેથી પોલીસે નાકાબંધી કરીને ઈકોગાડી માંથી ૪૫,૮૪૦ રૂપિયાનો દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે રૂપિયા ૧,૪૫,૮૪૦ ના મુદ્દામાલ જપ્ત કરીને ચાલકને પકડી પાડ્યો હતો.

શહેરા તાલુકા ના ધામણોદની મુવાડી થી મોરવા હડફ જતા માર્ગ ઉપરથી દારૂ ભરેલ વાહન પસાર થવાની માહિતી પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસે આ માર્ગ ઉપર નાકાબંધી કરીને આવતા જતા વાહનોની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સફેદ કલર ની આવતી ઇકો ગાડીને પોલીસે ઉભી રખાવી ને અંદર તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 45,840 ના દારૂના જથ્થા સાથે ગાડી ના ચાલકને પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ હાથધરી હતી. દારૂ ભરેલ ગાડીના ચાલક ગોવિંદભાઈ બળવંતભાઈ ડામોર રહે કાલીયાવાવ વચલુ ફળિયું ગોધરા નાઓએ પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે રહેતા મહેન્દ્ર ભાઈ મોહનભાઈ નિનામા એ ભરી આપ્યો હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે ઇકો ગાડી અને દારૂ નો જથ્થો મળી ને રૂપિયા ૧,૪૫,૮૪૦ ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *