રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગર અને તાલુકામાં કોરોનાવાયરસ નો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં દરરોજ ૯ થી ૧૦ નવા કેસ ઉમેરાતા કુલ આંક ૫૦૦ ઉપર પહોંચી જવા પામેલ છે. જો કે રાહતના સમાચાર એ છે કે ૪૦૦ ઉપરાંત દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ડભોઇ પંથકમાં હજુ પણ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા રોજ – બરોજ વધતી જાય છે. આરોગ્ય તંત્ર માંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ૫૦૮ જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સારવાર અપાતી હોવાના કારણે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. અને ઘણા બધા દર્દીઓ સાજા થયા છે. ડભોઇ નગરમાં પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડ સેન્ટરની તાજેતરમાં પરવાનગી આપવામાં આવી છે. જેથી ચાર જેટલા કોવિડ સેન્ટરોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર મળી રહી છે. આમ ડભોઇ નગરમાં કોરોનાના વધતા કેસોને જોતા પ્રજાજનોએ સાવચેતી રાખવાની અને સરકાર દ્વારા નિર્દેશિત કરેલી ગાઈડલાઈનનું પૂરતા પ્રમાણમાં પાલન કરવું જોઈએ અને આરોગ્ય તંત્રે પણ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવેલ લોકોનું પૂરતા પ્રમાણમાં ઝડપભેર ટ્રેસિંગ કરવું જોઈએ. જેથી કોરોનાના કેસોની સંખ્યાને ઝડપથી નિયંત્રણમાં લાવી શકાય.