પંચમહાલ: શહેરા સ્ટેટ બેંકમાં અપૂરતી સગવડના કારણે ખાતેદારોને પડતી હાલાકિ.

Latest Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

શહેરા સ્ટેટ બેંક ખાતે સવારથી ખાતેદારોની રૂપિયા ઉપાડવા માટે લાંબી કતારો લાગી રહી છે. જ્યારે બેંક ખાતે રૂપિયા ઉપાડવા માટે અને ભરવા માટે એક માત્ર જ કાઉન્ટર હોવાથી ખાતેદારોને તકલીફ પડતી હોય છે. જ્યારે બેંક ખાતે સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ સાથે સરકારની ગાઇડલાઇનનું જે પાલન થવુ જોઈએ તે થઈ રહયુ નથી.

શહેરા તાલુકા મથક ખાતે આવેલ સ્ટેટ બેન્ક સહિતની અન્ય બેન્કો ખાતે સવારથી ખાતેદારોની રૂપિયા ઉપાડવા માટે લાંબી કતારો લાગેલ જોવા મળી રહી છે. સ્ટેટ બેંક ખાતે સિનિયર સિટીઝન ખાતેદારો પણ લાઈનમાં ઊભા રહયા બાદ તેમનો નંબર રૂપિયા ઉપાડવા માટે આવતો હોય છે. જ્યારે સ્ટેટ બેંક ખાતે રૂપિયા ઉપાડવા માટે અને રૂપિયા જમા કરાવવા માટે એક જ કાઉન્ટર હોવાથી ખાતેદારોને લાઈનમાં ઊભા રહેવાની નોબત આવતી હોય છે. બેંક ખાતે સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ સાથે સરકારની ગાઇડ લાઇનનુ જે પાલન થવુ જોઈએ તે થઈ રહયુ નથી. બેંકો ખાતે આવતા ખાતેદારોને વધુ સુવિધા હાલની પરિસ્થિતિને જોતા મળવી જોઈએ એ માટે સંબંધિત તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે ખરી? કે પછી બેંકનો સ્ટાફ અને સંબંધિત તંત્રના અધિકારીઓ એ સી ની ઠંડી હવા ખાઈ ને આ સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરશે તે જોવું જ બની રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *