રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા વી.સી.ઈ ને કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં આવે તે બાબતે આજે ગળતેશ્વર ટી.ડી.ઓ અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વી.સી.ઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે. ખેડૂતોના પાક નિષ્ફ્ળની નોંધણી હોય કે પછી ૭/૧૨ ના ઉતારા કે પછી ગામના લગતા અનેક બીજા ઘણા બધા કામો હોય આવા કામો કર્યાને ૨ વર્ષ થયા પણ હજુ સુધી તેની ચુકવણી કરવામાં આવી નથી. છેલ્લા ૧૪ વર્ષથી કમિશન પર કામ કરીએ છે છતાં કમિશન વધવાને બદલે ઘટ્યું છે. આવી મોંઘવારી ના સમયમાં કમિશન પર કામ કરવું પોસાય તેમ નથી અને પગાર આપવામાં આવતો નથી. જેના કારણે વી.સી.ઈ ની હાલત દયનિય બની છે કોરોના મહામારીમાં વીમા કવચ આપવા માટે અને બાકી નીકળતું કમિશન આપવાની બાબતે સરકારશ્રી દ્વારા વી.સી.ઈ ના હીત માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવાયા નથી. જો ૩૦-૦૯-૨૦૨૦ થી સરકાર દ્વારા આ માંગણીઓ પુરી કરવામાં નહિ આવી જેથી વી.સી.ઈ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
