રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
કચ્છ ના રાપર ખાતે બહુજન યોદ્ધા, સમાજના અગ્રણી, બામસેફના અગ્રણી, કાર્યકર્તા અને બાહોશ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ધોળા દિવસે નિમૅમ હત્યા અને બહુજન સમાજ અને બહુજન સમાજના અગ્રણીઓ અને વકીલોને રક્ષણ આપવા અને એડવોકેટ પ્રોટેક્ષન એકટનો તાત્કાલિક અમલ કરવા બાબતે મહીસાગર જિલ્લાના બહુજન શકિત સેના દ્વારા રાજયપાલ દેવવ્રત આચાર્યજીને મહીસાગર જિલ્લાના કલેકટર મારફતે આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું.
બહુજન યોદ્ધા શહીદ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીના પરીવારને પોલીસ રક્ષણ પૂરું પાડે તેમજ દેવજીભાઈ ના પરીવારને સરકાર તાત્કાલિક એક કરોડની સહાય ચુકવે તેમજ બહુજન અગ્રણીઓને અને એડવોકેટને સરકાર રક્ષણ અને સલામતી પુરી પાડે તેવી માંગ કરી હતી. ગુજરાત અને દેશમાં એડવોકેટ પર હુમલાઓ થાય છે પણ આજદિન સુધી એડવોકેટ રક્ષણ આપતો કોઈ પણ કાયદો બનાવેલ નથી તે ખૂબ દુઃખદ બાબત છે. આમ ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે એડવોકેટ રક્ષણ આપતો વટહુકમ લાવી અને એડવોકેટ પ્રોટેક્શન એકટ વિધાનસભામાં પાસ કરે તેવી માંગ સાથે આવેદન અપાયું હતું.