બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના ની મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મહિનાઓ સુધી બંધ રહેલા પ્રવાસન સ્થળો પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના જંગલ સફારી પાર્ક નિયમ મુજબ પ્રવાસીઓ માટે હાલ અનલોકની ગાઇડલાઇન મુજબ ખુલ્લું મુકવામાં આવ્યું છે. લોકડાઉંન ના કારણે ઘરમાં રહીને કંટાળેલા પ્રવાસીઓ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે આતુર બન્યા છે. અને દરરોજ સેંકડો પ્રવાસીઓ કેવડિયા ખાતે આવે છે. ત્યારે આવનારા આ પ્રવાસીઓ માટે હવે આજથી વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં આજ થી જ પ્રવાસીઓ માટે શરુ કરવામાં આવેલા પેટિંગ ઝોનનું આકર્ષણ ઉમેરાયું છે. તેની સાથે સાથે નાનબાળાકો સહીત મોટી ઉંમરના પ્રવાસીઓ માટે પણ અનોખું કહી શકાય એ પોપટ, સસલા, મકાઉ મીનીએચર ગોટ (બકરી) પર્શિયન કેટનો ઉમેરો થતા પ્રવાસીઓ અને તેમના બાળકો આ પ્રાણીઓ સાથે હવે રમી શકશે અને ફોટો પણ પડાવી શકશે. જેથી જંગલ સફારી પાર્કની યાદગીરી પણ તેઓ કેમેરામાં કેદ કરી શકાશે. આ આકર્ષણ ઉમેરાતા ભવિષ્યમાં અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
