રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ બાબતે જનજાગરણ અભિયાન હેઠળ સંતરામપુર તાલુકાના બબરાઈ ખાતે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા તથા સરપંચો તથા ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. હાલ સમગ્ર દેશમાં ઐતિહાસિક કૃષિ સુધારા બિલ વિશે ઘણા મતમતાંતર પ્રવર્તે છે. ઘણા રાજ્યોમાં જ્યારે ખેડૂતો આ બિલની વિરુદ્ધ માં જનઆંદોલન કરી રહ્યા છે ત્યારે સરકારનો એક પ્રયત્ન છે કે ખરેખર આ કૃષિ સુધારા બિલ ખેડૂતો માટે કેવી રીતે લાભદાયી છે તે બાબત દરેક ખેડૂતો ને સમજાવવામાં આવે સરકારના આ પ્રયત્ન અંતર્ગત દરેક ખેડૂતને વ્યક્તિગત રીતે આ માહિતી પહોંચે એટલા માટે જનજાગરણ અભિયાન હેઠળ સંતરામપુરમાં આ ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ ને લઇ ને બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને આ બિલ થી થનારા ફાયદાઓ વિષે અવગત કરવામાં આવ્યા હતા તથા આ બિલને લઇ જે ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે અને ગેરસમજણો છે એ બાબતમાં સ્પસ્ટીકરણ કરવામાં આવ્યું હતું. આમ સંતરામપુરમાં ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંતર્ગત જનજાગરણ અભિયાન હેઠળ જે બેઠક યોજાઈ તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ તથા સરપંચો તથા ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિ થી વધુ માર્ગદર્શન મળ્યું હતું.
