હાલોલ પંચાલ સમાજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પંચાલ(માઁ મોટર્સ),ઉપપ્રમુખ સુરેશભાઈ પંચાલ તથા સમાજ આગેવાન એવા હેમેશભાઈ પંચાલ દ્વારા સમસ્ત પંચમહાલના પંચાલ સમાજની એક મિટિંગ નું આયોજન હાલોલમા માઁ મોટર્સ ખાતે કોરોનાની ગાઈડલાઇનનું સાથે કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મહીસાગર જિલ્લાના પંચાલ સમાજના પ્રમુખ જલદીપભાઈપંચાલ તથા ઉપપ્રમુખ મુકેશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના પંચાલ સમાજ ના યુવાનો કેવી રીતે આગળ આવે, સમાજ માં પડતી મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે કરી શકાય?,પંચાલ સમાજ ના બાળકો સારી શૈક્ષણિક કારકિર્દી ઘડે, આ સિવાય સમાજને આગળ લઇ જવા તેમજ સમાજ ની એકતા માટેની ભવિષ્યની રૂપરેખા માટે માર્ગદર્શન, ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
